વડીલો પાસે અપેક્ષા


જનરેશન ગૅપ એક એવી ગજબની બાબત છે કે એની અસરમાંથી કોઈ છૂટી શકતું નથી. વડીલોને સંતાનોના વર્તન સામે ફરિયાદો હોય તો સંતાનોને વડીલોના વલણ સામે અણગમા હોય. વડીલો અને નવી પેઢીમાંથી સાચું કોણ એની ચર્ચામાં પડ્યા વિના, સંતાનો વડીલો પાસેથી કેવી અપેક્ષા રાખે છે એ જાણીએ, ગુજરાતમાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ગળાડૂબ, શ્રી નાનકભાઈ ભટ્ટના સાદર ઋણસ્વીકાર સાથે, એમના પુસ્તક `વિકાસની ખોજમાંથી તારવેલા કેટલાક અંશો સાથે…

સંતાનો અભ્યાસ સાથે જીવન જીવવાની આવડત પણ મેળવતા જાય તે માટે મા-બાપ કાળજી લે છે. બાળક શાળા અને ટ્યુશન ઉપરાંત પોતાના સ્વાથ્ય માટે થઈ સરખું ખાય-પીવે અને રમે તે માટે વાલીઓ ચિંતિત હોય છે. ભાણતરની સાથોસાથ વિદ્યાર્થી સંગીત, ચિત્રકામ, ભરતગૂંથણની કલામાં માહિર થાય તો સહુને ગમે છે.

વાલી પોકાના બાળકના સ્વસ્થ વિકાસ માટે પ્રયત્નશીલ હોય છે, તો કોઈ કોઈ પોતાના અધૂરાં સ્વપનો બાળકના માધ્યમથી પૂરાં કરવાની ગડમથલમાં રહે છે. આમ છતાં બાળકોને કેવી રીતે મોટાં કરવાં અને બદલાતી સામાજિક પરિસ્થિતિ માટે તૈયાર કરવાં તે બાબતે પચાસી વટાવી ગયેલા વાલીઓમાં ઝાઝી શંકા ડે ડર હોતાં નથી.

પરંતુ લાઇફ બિગન એટ ફોર્ટી તેવી અંગ્રેજી રહન-સહેનમાં સરકી જનાર વડીલો ક્યારેક ભૂલી જાય છે કે ભારતીય સંસ્કૃતિમાં 16 વર્ષનાં સંતાનોને માતા-પિતાના મિત્ર ગણ્યાં છે.

વ્યક્તિ પચાસ વટાવી વનપ્રવેશના ક્ષેત્રમાં પહોંચે છે ત્યારે સંતાનો યુવાન બની જાય છે. રીટાયરમેન્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું હોય છે. આંખે બેતાળાં અન દાંતે કળતર ચાલુ થઈ હોય છે. ક્યારેક ડાયાબિટીસ તો ક્યારેક બ્લડપ્રેશરની દહેશત ડોકાં દે છે. આમ છતાં કેટલાક લોકો માને છે કે હજુ પૈસા ભેગા કરવા અને સંપત્તિ વિસ્તારવાનું કામ બાકી છે!!! ધંધા રોજગારને અમુક ઊંચાઈએ પહોંચાડવાનું બાકી છે!!! નોકરીમાં પ્રમોશન મેળવવાનું બાકી છે!!!

સમય સાથે શારીરિક સ્થિતિમાં બદલાવ આવે છે. સામાજિક સંદર્ભોમાં પણ બદલાવ આવતો હોય છે. આમ છતાં જીવનના પરિવર્તનને ન સ્વીકારનાર સમજણશક્તિમાં કંઈક અંશે બાળક જેવાં મા-બાપ માટે યુવાન વયે પહોંચેલા સંતાનો કાળજી લે તે અનિવાર્ય બને છે અને આવા પીઢ યુવકો પોતાનાં મા-બાપ પાસે થોડી અપેક્ષા રાખે છે. જેમ કે…

 • 50 વર્ષ પૂરાં કરનારા માતા-પિતાના યુવાન સંતાનો ઇચ્છે છે કે પોતાના માતા-પિતા દર મહિને એકાદ સારું પુસ્તક વાંચે અને ઘરમાં તેની વાત કરે.
 • માતા-પિતા વર્ષે એકાદ વખત પ્રવાસન સ્થળે એક અઠવાડિયું સાથે ગાળે.
 • અઠવાડિયામાં એક દિવસ ફળ અને શાકભાજી આરોગી ઉપવાસ કરે અને ઉપવાસના દિવસે મૌન પાળે.
 • ટેલિવિઝન ઉપરના કાર્યક્રમ જોવામાં કે રેડિયો કાર્યક્રમ સાંભળવામાં પોતાની પસંદગીને આગળ કરવાના બદલે ઘરના સભ્યોની રુચિ સાથે જોડાય.
 • સવારનું છાપું પહેલાં પોતે જ વાંચશે તેવો આગ્રહ છોડી ઘરના સભ્યોને અનુકૂળ થવાનું રાખે.
 • ચટાકેદાર ગરમાગરમ ખાણાનો આગ્રહ છોડી ઓછા તેલ-મસાલા સાથેનું ખાણું લે.
 • અવકાશના સમયે ભારતીય સંગીત સાંભળે.
 • રાત્રે વહેલાં સૂવાનું રાખે.
 • તમાકું, સિગારેટ, પાન કે દારૂના વ્યસનથી મુક્ત થાય.
 • ઘરની સફાઈ, સજાવટ અને સાધનોની ખરીદીમાં દુરાગ્રહ રાખી નિર્ણય ન લે.
 • ઘરકામમાં શરીરશક્તિ અનુસાર મદદરૂપ થાય.
 • ઘરના અન્ય સભ્યોને મિત્રભાવે સલાહ આપે અને યુવાનોના ચરિત્ર ઉપર ભરોસો રાખે.
 • રાત્રે સૂતા પહેલાં 15 મિનિટ ઇશ્વરસ્મરણ કરે અને સવારે ઊઠીને 15-20 મિનિટ પ્રાણાયામ અને વ્યાયામ કરવાનો ક્રમ નિયમિતપણે પાળે.
 • સંતાનોનાં મિત્રો અને જીવનસાથીની પસંદગીમાં પોતાના ખ્યાલોને વળગી ન રહે.
 • કપડાં, ઘરેણાં અને મોજશોખ માટેની ચીજવસ્તુ પ્રત્યેનો મોહ ઓછો કરે અને સાદગીપૂર્ણ જીવન જીવવા તરફ ગતિ કરે.
 • પોતાની ભૂલ હોય તો કબૂલી લેવામાં અને કુટુંબીજનોની ક્ષમા માંગી લેવામાં ક્ષોભ ન રાખે.
 • પરિવારના સભ્યોના જન્મદિવસ અને લગ્નદિવસને યાદ કરી શુભેચ્છા પાઠવે.
 • સુખ-દુ:ખના પ્રસંગોમાં કુટુંબીજનોને મદદરૂપ થવા તત્પર રહે.
 • કોઈ માટે ઘસાઈને ઊજળા થવા ને બીજાને ખપમાં આવી રાજી થવામાં પ્રસન્નતા અનુભવે.
 • સ્વમાનભેર જીવી શકાય તેટલી મિલકત ઉપર આધાર રાખી વધારાની જવાબદારીમાંથી મુક્ત થાય.
 • શેષ જીવનના એક મંત્રરૂપે ભાવશે, ફાવશે અને ચાલશેની રીત અપનાવે.

સામાજિક જીવન અવિરતપણે ચાલતું રહે તેમ ઇચ્છનાર તમામ નાગરિકે પરિપક્વ બનતાં પોતાના જીવનને સ્વ-પરિચય અર્થે, અને બીજાને સ્નેહથી ઉપયોગી થવાના કાર્યમાં જોડવું પડશે. એક સમયે પૈસા કમાવવામાં અને સંપત્તિ ખડી કરવામાં જે શક્તિ વપરાતી તે શક્તિને જીવનનાં શેષ વર્ષોમાં નિ:સ્વાર્થ હેતુ સાથે જોડવાથી વૃદ્ધાવસ્થાએ પહોંચતાં-પહોંચતાં જીવન વધુ આનંદિત અને પ્રેમસભર બની રહેશે. આખરે તો માનવદેહની પ્રપ્તિનું એ જ તો મૂળ લક્ષ છે!

50 વર્ષ પછીનાં 10 વર્ષમાં વ્યક્તિએ પોતાના ધંધા, વ્યવસાય, પદ અને સાંસારિક અવલંબનોથી દૂર થવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. 60થી 70 વર્ષના દસકામાં જીવનને અંતર્મુખ બનાવવા ધગશ રાખવી જોઈએ અને 80 વર્ષ પછી જીવનનું સાંનિધ્ય ઇશ્વર સાથે જોડી જીવનને ગહન ભક્તિ અને ચિંતનમાં દોરી જવું જોઈએ. પણ આ યાત્રાનો પ્રારંભ તો 50મા વર્ષથી જ થાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: