વિકાસની ચાવી, લોકભાગીદારી

સાદર ઋણસ્વીકારઃ મુંબઈ સમાચાર

પાયાના પ્રશ્ર્નોના ઉકેલ માટે દરેક વર્ગ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ ઉકેલ માટે શું? પ્રશ્ર્નોનું વિશ્ર્લેષણ અનેક દૃષ્ટિકોણથી થાય છે. પરંતુ ઉપાય તેટલા વિચારવામાં આવતા નથી. ભાવ વધારો – રોજગારી કે શિક્ષણ જેવી બાબતોમાં વ્યાપક કામગીરી કરવાની બાકી છે.

લોક ભાગીદારી વડે પાયાના પ્રશ્ર્નો ઉકેલવા ગુજરાત દ્વારા જે કામગીરી થઈ છે તે પ્રશંસનીય પુરવાર થઈ રહી છે. જળસંચય અને પશુ કલ્યાણ માટે પ્રજાના સહકાર વડે પ્રશ્ર્નો ઉકેલવા રાજ્ય સરકારે ઉત્કષ્ટ કામગીરી કરી છે તેની નોંધ લેવી જોઈએ. પરંતુ તેવી જ કામગીરી હજુ શિક્ષણ-રસ્તાના બાંધકામ-સ્વચ્છતા અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં થવી જોઈએ. જો મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો `ડેલિગેશન ઓફ પાવર્સ’ એટલે કે સત્તાનું વિકેન્દ્રિકરણ થવું જોઈએ. રાજ્યના સરકારી વિભાગે નાણા ફાળવીને માત્ર દેખરેખ – નિયંત્રણ અને મૂલ્યાંકનની જ કામગીરી કરવી જોઈએ. દ્ષ્ટાંત તરીકે શિક્ષણ વિભાગની કામગીરી માટે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમની પાસે વિવિધ કામગીરી કરાવવા માટે અગ્રતાક્રમ નક્કી કરવા જોઈએ. જેમ કે પ્રાથમિક શિક્ષણ, નવા ઓરડાના બાંધકામ, મરામત અને શિક્ષણ સંસ્થામાં સાધનો ફર્નીચર-પુસ્તકો વગેરેની ખરીદી રાજ્યએ સ્વૈચ્છિક સંસ્થા પાસેથી આવી જરૂરતો કઈ રીતે પૂરી થઈ શકે તેનું માર્ગદર્શન લેવું જોઈએ.

સ્વૈચ્છિક સંસ્થા પાસે દૃષ્ટિ હોય છે, કાર્યનું પરિણામ કઈ રીતે લાવવું તેની સૂઝ છે, વળી તેમના કાર્યકરો કોઈ અપેક્ષા વગર કાર્ય કરે છે. આથી તેઓ હેતુલક્ષી હોય છે. લક્ષ્યાંક સિદ્ધ કરવામાં માનતા હોવાથી કાર્યમાં ઝડપ અને કાર્યક્ષમતા લાવે છે. આથી લોકભાગીદારીમાં સ્વૈચ્છિક સંસ્થા મહત્ત્વનું યોગદાન આપી શકે છે. પર્યાવરણનો પ્રશ્ર્ન ઉકેલવો હોય તો સરકારી વિભાગ તેમાં ભાગ્યે જ કંઈક કરી શકશે પરંતુ તે કાર્ય જો સ્વૈચ્છિક સંસ્થાને ચોક્કસ કાર્યપદ્ધતિ અનુસરીને સોંપી દેવામાં આવે તો વ્ક્ષો ઉછેરવા તેમજ સંવર્ધન સહિતની કામગીરીમાં ઝડપ આવે તેવું છે. વધુ વ્ક્ષ ઉગાડોની સરકારી ઝૂંબેશ સફળ થઈ નથી. પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થતી કામગીરી સફળ પુરવાર થતી જાય છે. બાળ આરોગ્ય, રમતગમત અને મહિલા કલ્યાણને લગતી બાબતોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ જ નોંધપાત્ર કામગીરી કરી શકશે. આ માટે વિસ્ત્ત કામગીરી કરવા ચોક્કસ આચારસંહિતા અને આંતરિક નિયમો બનાવવા જોઈએ જેથી નાણાકીય ગરબડ પણ ન થાય અને સમગ્ર બાબત સરળતાથી ચાલતી રહે.

ગુજરાતમાં હજારોની સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થા છે તેમાંની કેટલીક તો સારો એવો ફંડફાળો ધરાવે છે, કાર્યકરો પણ સારા છે અને આધુનિક મેનેજમેન્ટના સિંદ્ધાત અનુસાર તેઓની કાર્ય પદ્ધતિ છે. દુષ્કાળ-પૂર-વરસાદ વખતે તેઓ ઝડપથી મદદ અને રાહતના કાર્ય પણ કરે છે. વિકલાંગ ઉત્કર્ષ, બાળકોને માટે વિકાસની કામગીરી કરતી સંસ્થા, પુસ્તકાલય અને વાંચન પ્રવૃત્તિ-વદ્ધાશ્રમ, વ્યસન મુકિત કેન્દ્ર તેમ જ આયુર્વેદ જેવા ક્ષેત્રમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ખૂબ જ નક્કર કામગીરી કરે છે. નેત્રદાન, રક્તદાન-મંદબુદ્ધિ વિકાસ, બહેરા-મૂંગાની સંસ્થા માત્ર સેવાભાવી કાર્યકરો જ ચલાવી શકે.

કુદરતી ઉપચાર કેન્દ્ર અને આયુર્વેદ ચિકિત્સા જેવી બાબતોમાં જેમની પાસે દૃષ્ટિ છે તેવી સંસ્થાઓ જન-ભાગીદારી સાથે ચાલી રહી છે. ટૂંકમાં લોકોનો સહકાર અને લોકોનો સાથ મેળવીને સારી પ્રવ્તિ કરી શકાય છે. તેમાં કોઈ ધન આપે તો કોઈ સમય કે શરીરશ્રમથી ફાળો આપી શકે છે. આ બધાના સંકલન વડે જ ચોક્કસ સમાજલક્ષી કામગીરી થઈ શકે છે. જેમ કે ગુજરાતમાં જ્યારે જ્યારે મુશ્કેલી આવી તે વખતે આવી સ્વૈચ્છિક સંસ્થા કે જેમાં જ્ઞાતિ સંસ્થા, ધાર્મિક સંગઠનો અને સામાજિક સંસ્થા તમામનો સમાવેશ થાય છે. તેઓનો પુરુષાર્થ જ પરિણામ લાવી શક્યો હતો.

દરેક બાબતને સરકાર પહોંચી વળે તેમ નથી. લોકશાહીમાં તો લોકો જ સર્વોપરી છે. આથી જે પ્રજાજનો છે તેમણે પણ વિકાસલક્ષી કામગીરીમાં યોગદાન આપવું જોઈએ. પ્રજા જાગ્ત થાય તે જ લોકશાહીનો ઉદે્શ્ય છે. જો આ રીતે પ્રજાનું યોગદાન વધશે તો વિકાસલક્ષી કામગીરી પ્રતિ દૃષ્ટિકોણ બદલાશે. આજે વિકાસ એટલે માત્ર સરકારની જવાબદારી તેવી જ ભાવના વિકસી છે. તેને નાબૂદ કરવાની જરૂર છે. વિકાસમાં દરેકનો ફાળો હોવો જોઈએ. માત્ર મુઠ્ઠીભર લોકો જ તેના માટેના પરિણામ આપી શક્તા નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: