માયગુજરાત વિશે

ઇન્ટરનેટનું એક બહુ મોટું જમા પાસું કયું છે, જાણો છો? કદાચ એ કે અહીં મુકાયેલી માહિતી ક્યારેય પસ્તી બનતી નથી!

અખબારો, સામયિકો, પુસ્તકો, ટીવી, રેડિયો વગેરે બીજાં બધાં માધ્યમોએ કોઈને કોઈ તબક્કે પૂર્ણવિરામનો સામનો કરવો પડે છે. જ્યારે ઇન્ટરનેટને, અત્યારની સ્થિતિ જોતાં તો, કોઈ સીમા જ ન હોય એવું લાગે છે.

બીજી તરફ, આપણા ગુજરાતમાં એવું ઘણું બધું છે, અને એ બધા વિશે, એવું ઘણું બધું સતત પ્રકાશિત થતું રહે છે, જે અમારા મતે સચવાવું જોઈએ – વર્ષો સુધી.

ઇન્ટરનેટની અત્યારની ટેક્નોલોજી એવી તક આપે છે. ઇન્ટરનેટનું બીજું મોટું જમા પાસું અનુસંધાન સાધવાની તેની ક્ષમતા છે. અહીં માહિતીના અપાર ગંજમાંથી જોઈતી વાત શોધવી એ ખરેખર ઘડીના છઠ્ઠા ભાગનું કામ છે. તેમ, એક જ વાત કે વિષય વિશે જુદા જુદા લોકોના વિચારો અને સમયાનુસારની સ્થિતિને એકમેકની બાજુમાંમુકીને પ્રસ્તુત કરવાની અને તેમને એકસૂત્રે સાંકળી આપવાની અસાધારણ ક્ષમતા પણ ઇન્ટરનેટમાં છે. અને ઇન્ટરનેટ એકપક્ષી માધ્યમ નથી. અહીં રજૂ થયેલી કોઈ પણ વાત વિશે વાચક તત્ક્ષણ પ્રતિભાવ આપી શકે છે કે નવું વિચારબીજ રોપી શકે છે.

આ બધી બાબતો ધ્યાનમાં લઈને, આપણા મેઇનસ્ટ્રીમ મીડિયામાં અને પ્રમાણમાં બહુ મર્યાદિત ફેલાવો ધરાવતાં વૈકલ્પિક માધ્યમોમાંથી, આપણા ગુજરાતની ઉજળી બાજુ વ્યક્ત કરતી બાબતો તારવીને નવી ટેક્નોલોજીની મદદથી સાચવી લેવાનો એક પ્રયાસ અમે આરંભ્યો છે.

ટેક્નોલોજી સતત એટલી વિકસી રહી છે કે આથી વિશેષ પણ ઘણું ઘણું શક્ય છે. અત્યારે અમારા વિચારોની સરખામણીમાં સમય અને સંસાધનો બંને બહુ ઓછાં છે. એટલે પહેલી નજરે અહીં ઘણી ખામીઓ પણ જણાશે. આપ જે આંખ સામે છે એના પર નહીં, પણ એની પાછળ રહેલી ભાવનાને જોશો એવી આશા છે!

એક ખાસ સ્પષ્ટતા જરૂરી છે – માયગુજરાત પરનું દરેક લખાણ ગુજરાત અને ગુજરાતીઓને સ્પર્શતી આગવી બાબતો, લોકો અને વિચારોને એક નવું માધ્યમ આપવાના હેતુથી, જે તે સ્રોતના પૂર્ણ ઉલ્લેખ અને સાદર ઋણસ્વીકાર સાથે રજૂ કરવામાં આવે છે. અહીં રજૂ થતા પ્રત્યેક લેખ અને દરેક શબ્દ પર સ્વાભાવિક રીતે જ, જે તે પ્રકાશન અને લેખકનો જ અધિકાર છે. આમ છતાં, કોઈને પણ પોતાના લખાણની માયગુજરાતમાં રજૂઆત સામે વાંધો કે વિરોધ હોય તો અમને જાણ કરતાં, તાત્કાલિક એ લખાણ દૂર કરવાની અમે ખાતરી આપીએ છીએ.

આપ સૌ, ગુજરાતલક્ષી માહિતી મોકલીને, આપના વિચારો-સૂચનો જણાવીને કે માયગુજરાત વિશે અન્યોનું ધ્યાન દોરીને સહયોગ આપશો તેવી અપેક્ષા છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: