ઇન્ટરનેટનાં દસ વર્ષ થયાં, ત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની હાજરી નહીંવત્ હતી. ત્યારપછીનાં માંડ ત્રણેક વર્ષના ગાળામાં ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષા વિવિધ રીતે મહોરી ઊઠી છે!
વ્યક્તિગત શોખ કે રસથી વિશેષ, ગુજરાત કે ગુજરાતી ભાષાને ઉપયોગી થવાના હેતુથી ઇન્ટરનેટ પર થયેલી કેટલીક પહેલો…
શ્રી રતિલાલ ચંદરિયાએ ઇન્ટરનેટ પર ખોલી આપેલ ગુજરાતી ભાષાનો સમૃદ્ધ સંદર્ભખજાનો.
ઇન્ટરનેટ પર યુનિકોડમાં ગુજરાતી લખવા માટે શ્રી વિશાલ મોણપરાએ તૈયાર કરી આપેલી સુવિધા.
અન્ય ફોન્ટમાંના લખાણને યુનિકોડમાં કન્વર્ટ કરવાની, શ્રી વિશાલ મોણપરાએ તૈયાર કરેલી સુવિધા.
આપના કોમ્પ્યુટરમાં ગુજરાતી યુનિકોડ એક્ટિવેટ કરવા વિશે શ્રી ધવલ શાહે આપેલું સરળ માર્ગદર્શન.
ઇન્ટરનેટ પરની વિવિધ સેવાઓની સરળ સમજ આપતા, હિમાંશુ કીકાણીના લેખો.
કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સની વિસ્તૃત છતાં સરળ સમજણ, શ્રી ચિરાગ પટેલ દ્વારા.
ગુજરાતી બ્લોગ્સ સરસ વર્ગીકરણ કરીને, સરળ એક્સેસ આપતો ટૂલબાર, શ્રી અનિમેષ અંતાણીની ભેટ.
ગુજરાતના સારસ્વતોના વિશેની માહિતી, શ્રી સુરેશભાઈ જાની, શ્રી હરીશ દવે, શ્રી અમિત પિસાવાડિયા, શ્રી જયશ્રી ભક્તા અને શ્રી ઊર્મિસાગરની મહેનતથી.
ગુજરાતની વિશેષ વ્યક્તિઓંનો પરિચય,શ્રી સુરેશભાઈ જાની, શ્રી હરીશ દવે, શ્રી અમિત પિસાવાડિયા, શ્રી જયશ્રી ભક્તા અને શ્રી ઊર્મિસાગરની મહેનતથી.
હ્યુસ્ટનના ગુજરાતીપ્રેમીઓના 30 જેટલા બ્લોગનું સંકલન, મોડરેટર છે શ્રી વિશાલ મોણપરા.
શ્રી મૃગેશ શાહની ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
નવોદિત સર્જકોને પ્રોત્સાહન અને ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપ… સંચાલક: શ્રી ઊર્મિસાગર.
એક કે એકથી વધુ લેખકો દ્વારા થતું ગદ્ય-સર્જન. સંચાલકો: શ્રી વિજય શાહ, શ્રી નીલમ દોશી, શ્રી ઊર્મિસાગર.
ગુજરાતી ગીત-સંગીતનો ઑડિયો-આનંદ, શ્રી જયશ્રી ભક્તા દ્વારા.
ગુજરાતી ભાષા અને ગીતોનો રણકાર, શ્રી નીરજ શાહ દ્વારા
શ્રી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
આ ઉપરાંત, ઇન્ટરનેટ પર ગુજરાતીમાં અનેકવિધ કૃતિઓ રજૂ કરતા અનેક બ્લોગ્સ છે અને નવા સર્જાઈ રહ્યા છે, શ્રી ઊર્મિસાગરની વેબસાઈટ પર વાંચી શકશો ઘણાખરા ગુજરાતી બ્લોગ્સની યાદી
no doubt , Gujarat is the only best state in the india our good political leader has enlighten the name of gujarat ofcourse with support of good civilion if anyone speak wrong about our gujarat we should oppose them strongly